Sunday, October 4, 2026
HomeGujaratવાંકાનેર: સ્મશાનમાં ગેરપ્રવૃત્તિ અને દારૂ પીવાની મનાઈનો ખાર રાખી પ્રૌઢ સાથે મારઝૂડ-માનસિક...

વાંકાનેર: સ્મશાનમાં ગેરપ્રવૃત્તિ અને દારૂ પીવાની મનાઈનો ખાર રાખી પ્રૌઢ સાથે મારઝૂડ-માનસિક ત્રાસ, એસિડ પી લેતા મોત

મૃતકના મોબાઇલમાં રેકોર્ડ થયેલા વીડિયોમાં ત્રણ નામ સહિત બે-ત્રણ અજાણ્યા શખ્સોના નામ સહિતના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના આંબેડકરનગરમાં રહેતા દેવજીભાઈ ચાવડાને મરવા મજબુર કરનાર ત્રણ નામજોગ અને બે-ત્રણ અજાણ્યા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં મૃતકના ભાણેજ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં સમાજના સ્મશાનમાં ગેરપ્રવૃત્તિ અને દારૂ પીતા અટકાવવાનો ખાર રાખી મારઝૂડ તથા માનસિક ત્રાસથી કંટાળીને દેવજીભાઈએ એસિડ પી લેતા તેમનું ટૂંકી સારવારમાં રાજકોટ ખાતે મૃત્યુ નિપજ્યું હતું. હાલ સમગ્ર મામલે છ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, વાંકાનેરના આંબેડકરનગરમાં રહેતા દેવજીભાઈ હરિભાઈ ચાવડા સમાજના સ્મશાનમાં ગેરપ્રવૃત્તિ તેમજ દારૂ પીવાની પ્રવૃત્તિ અટકાવતા હોવાથી આરોપી પ્રકાશ ઉર્ફે પકા દલા સુમેસરા, અજીત મકવાણા અને મનોજ માહાલીયા સહિતના શખ્સો તેમની સાથે મારઝૂડ કરી માનસિક ત્રાસ આપતા હતા. જેથી ગત તા.૧૬/૦૯ના રોજ દેવજીભાઈએ ભાણેજને ફોન કરી ત્રાસથી કંટાળી ગયાનું અને મકાન વેચીને ત્યાંથી નીકળી જવાની વાત કરી હતી. બીજા દિવસે તેમણે એસિડ પી લેતા પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ત્યારે મૃતક દેવજીભાઈના મોબાઇલમાં એસિડ પીતા પહેલા બનાવેલો વીડિયો મળ્યો હતો, જેમાં આરોપી પકા દલા, અજીત મકવાણા અને મનોજ માહાલીયા સહિત બે-ત્રણ અજાણ્યા શખ્સો તેઓને માર મારતા અને માનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું હતું. હાલ મૃતકના ભાણેજ મહેશભાઇ અનીલભાઈ રાઠોડ રહે. મોરબી લાયન્સનગર વાળાની ફરિયાદને આધારે વકાબેર સીટી પોલીસે ઉપરોક્ત તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!