Thursday, December 26, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ૨.૬૪ કરોડના પીવાના પાણીના કામોની મંજૂરી અપાઈ

મોરબી જિલ્લામાં ૨.૬૪ કરોડના પીવાના પાણીના કામોની મંજૂરી અપાઈ

મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મીટીંગ આજ રોજ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. આ મીટીંગના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં ૨.૬૪ કરોડથી વધુની ૧૩ ગામોને તાંત્રીક મંજુરી મળી હતી. જેમાં વાંકાનેર તાલુકાના ૧૧ ગામો, હળવદ તાલુકાનું ૧ ગામ અને ટંકારા તાલકાનું ૧ ગામનો સમાવેશ થાય છે. એન.આર.ડી.ડબલ્યુ.પી. (કવરેજ) કાર્યક્રમ હેઠળ વર્ષ-૨૦૨૦-૨૧માં કુલ ૫૨ લાખના કામો પૂર્ણ તેમજ ૩૦ જેટલી યોજનાઓ પ્રગતિમાં છે. આ યોજના પૂર્ણ થતા ૬૪ હજારથી વધુ લોકોને ફાયદો થશે.

જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ આ મીટીંગમાં જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ ગ્રામ્ય પાણી વિતરણ યોજનાઓને તાંત્રીક મંજુરી મળેલ ગામોને વહિવટી મંજુરી આપવામાં આવી હતી. જલ જીવન મિશન કાર્યક્રમ વર્ષ ૨૦૨૦-૨૧માં પૂર્ણ થયેલ ગ્રામ્ય પાણી વિતરણ યોજનાઓના હિસાબો તથા એન.આર.ડી.ડબલ્યુ.પી. કાર્યક્રમ હેઠળ થયેલ ઇ-ટેન્ડર વંચાણે મુકવામાં આવ્યા હતા. જલ જીવન મિશન કાર્યક્રમ પ્રગતિ હેઠળ ગામોની સમીક્ષા કરવામાં આવી હતી. જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ ટકા ટેપ કનેકટીવીટીમાં બાકી ગામો વિશે કલેકટરશ્રીએ માહિતી મેળવી હતી. વાસ્મો ગાંધીનગર કચેરીના પરિપત્રો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતિરા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી કે.વી. ભરખડા, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કાર્યપાલક ઇજનેરશ્રી પી.એ.સોલંકી, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના યુનિટ મેનેજર તથા સભ્ય સચિવશ્રી જે.એચ. જાડેજા, સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીના શ્રી જે.જી.વોરા, વોસ્મોના જિલ્લા કો ઓર્ડીનેટરશ્રી કિરીટ બરાસરા સહિતના કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!