Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે દુલર્ભજીભાઈ દેથરીયા ની નિમણુંક

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે દુલર્ભજીભાઈ દેથરીયા ની નિમણુંક

95 ટકા શહેર જીલ્લા ના પ્રમુખ બદલવામાં આવ્યા : મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે મોહન કુંડારિયાના નજીકના ગણવામાં આવતા દુર્લભજીભાઈ દેથરીયા ને જવાબદારી સોંપાઈ

- Advertisement -
- Advertisement -

પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આજે રાજકોટ અમદાવાદ બરોડા મોરબી સહિતના જિલ્લા તથા મેગાસીટીમાં ભાજપ પ્રમુખની નવી નિમણુંકો જાહેર કરાઈ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત રાઘવજીભાઇ ગડારાની જગ્યાએ નવા પ્રમુખ તરીકે દુર્લભજીભાઈ દેથરિયાની પસંદગી કરવામાં આવી છે જેમાં દુર્લભજીભાઈ સીરામીક ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના આગેવાન છે એ ઉપરાંત રાજકોટ સાંસદ મોહન કુંડારિયાના નજીકના પણ ગણાય છે ત્યારે મોરબી ભાજપ પ્રમુખ પર આજે પ્રદેશ અધ્યક્ષ દ્વારા સત્તાવાર મહોર મારવામાં આવી છે દુર્લભજીભાઈએ ભૂતકાળમાં મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પણ પક્ષમાં કામગીરી કરી ચુક્યા છે અને સાથે જ અઢી દાયકાથી વધુના સમયથી ભાજપના રંગે રંગાયેલા છે ત્યારે દુર્લભજી ભાઈ દેથરીયા એ પણ પોતાની જવાબદારી નીતિમત્તા અને કુશળતા પૂર્વક નિભાવશે તેવો આશાવાદ વ્યક્ત મોરબી મિરર સાથેની વાતચીતમાં કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!