રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં બનતા શરીર/મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે તેમના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. ત્યારે તેઓએ માળીયા તાલુકાના સરવડ ગામે રાત્રીના સાત મકાનના તાળા તોડી રૂપીયા ૧,૪૭,૦૦૦/- ની ઘરફોડ ચોરી થયેલ જેનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના-૨ આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૮/૧૨/૨૦૨૨ ના રાત્રીના સમયે સરવડ ગામે સાત જેટલા બંધ મકાનના તાળા તોડી ઘરમાં રાખેલ રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીનાની કિ.રૂ. ૧,૬૫,૮૦૦/-ની માલમત્તાની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે માળીયા મિ. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે ગુનો ઉકેલાયો ન હોય જેથી તાત્કાલીક એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નિરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ માધ્યમ મારફતે મળેલ બાતમીના આધારે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ હળવદના ચૂંપણી ગામે રહેતા ધીરૂભાઇ કેશાભાઇ વાજેલીયા તથા તેના સાગરીતોએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોકકસ હકીકતનાં આધારે મોરબી માળીયા ફાટક પાસે વોચ ગોઠવી હળવદના ચૂપણી ૬૬ કેવી. જી.ઇ.બી. સબ સ્ટેશન પાસે રહેતા ધીરૂભાઇ કેશાભાઇ વાજેલીયા તથા ધ્રોલના લતીપર રોડ, ડાયર્વજન પાસે રહેતા સાજનભાઇ વિરજીભાઇ ચાડમીયા નામના આરોપીઓ પાસેથી રૂ.૬,૫૦૦/-ની ઇનામતની પીળી ધાતુની કાનમાં પહેરવાની પટ્ટી ડિઝાઇન વાળી બુટ્ટીની જોડી, રૂ. ૧૦૦૦/-ની કિંમતની પીળી ધાતુના નાકમાં પહેરવાના ૨ દાણા, રૂ.૩૮,૩૦૦/-ની કિંમતની પીળી ધાતુનો ચેઇન, રૂ.૩૩,૦૦૦/-ની કિંમતની પીળી ધાતુની ૨ વીંટીઓ, રૂ.૬,૦૦૦/-ની કિંમ્મરની સફેદ ધાતુના ૨૦ સીક્કા, રોકડા રૂપીયા ૭૦,૬૦૦/- મળી કુલ રૂ. ૧,૬૫,૮૫૦/-નો મુદામાલ તથા ગુનામાં વપરાયેલ વાહન, મળી કુલ બે આરોપીઓને હસ્તગત કરી માળીયા મિ. પોલીસ સ્ટેશનમાં સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે.