રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અલગ-અલગ વિષયોની ખાલી પડેલી શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી હતી. જે પ્રક્રીયા પૂર્ણ થતા મોરબી જિલ્લામાં ફાળવાયેલ ૨૦ શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ મોરબી વી.સી. હાઇસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકોને જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરશ્રી કેતન જોષીના હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શિક્ષકોને રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધ્વનિ સંદેશ પાઠવી શુભેચ્છા પાઠવવામાં આવી હોવાનું મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીની યાદીમાં જણાવેલ છે.









