Tuesday, March 19, 2024
HomeGujaratસ્વરોજગારી પુરી પાડવાના હેતુથી સફાઇ કામદારોને ધિરાણ આપવા આવશે, ઓનલાઇન અરજીઓ મંગાવવામાં...

સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી સફાઇ કામદારોને ધિરાણ આપવા આવશે, ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી.

યોજનાનો લાભ મેળવવા નિગમની વેબસાઇટ પર અરજી કરવી

- Advertisement -
- Advertisement -
- Advertisement -

રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઇ કામદાર અને તેઓના આશ્રિતોને ધિરાણ આપવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

મહિલા સમૃદ્ધિ યોજના, માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ યોજના, મહિલા આધારિત યોજના, વ્યક્તિગત લોન યોજના, ગારબેજ ડિસ્પોઝલ વ્હીકલ, પેસેન્જર ઓટો રિક્ષા, ડેરી યુનિટ, જીપ-ટેક્ષી સહિત વિવિધ યોજના માટે રાજ્ય સરકાર દ્વ્રારા લોન આપવામાં આવશે. પૂજય ઠકકરબાપા પુન:સ્થાપન યોજના હેઠળ રાજય સરકાર તરફથી યુનિટ કોસ્ટ અને મર્યાદામાં રહીને ઓછામાં ઓછા રૂ।.૧૦,૦૦૦/- અને વધુમાં વધુ રૂ।.૭૫,૦૦૦/- સુધી સબસીડી મળવા પાત્ર છે.

આ યોજનાની શરતોમાં મૂળ ગુજરાત રાજયના વતની હોય તેવા સફાઇ કામદાર કે તેમના આશ્રિત હોય તેવી વ્યકિતઓ આ લોન મેળવવા પાત્ર થાય છે. અરજદાર સફાઇ કામદાર કે તેમના આશ્રિતની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૫૦ થી વધુ ન હોવી જોઇએ. અરજદારે કે તેમનાં કુટુંબના સભ્યોએ આ નિગમની સરકારશ્રીની કોઇપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય તેવાં જ અરજદારો આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે. નિયત સંખ્યા કરતાં વધારે અરજીઓ મળશે તો કિસ્સાઓમાં લાભાર્થીની પસંદગી ડ્રો પધ્ધતિથી કરવામાં આવશે અને બી.પી.એલ, વિધવા, ત્યકતા, વિકલાંગ, આવક મર્યાદા ધ્યાને લઇ અગ્રીમતા આપવામા આવશે. વાહન માટે અરજી કરનાર જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાયસન્સ ધરાવતા હોવા જોઇએ. લોન મેળવ્યા બાદ લાભાર્થીએ નિગમ દ્વારા નિયત કરેલી સમય મર્યાદામાં વસુલાતની રકમ ભરેલ હશે તેવા જ લાભાર્થીનઓને નિયમોનુસાર સબસીડી મળવાપાત્ર થશે.

શરતો મુજબની પાત્રતા ધરાવતી વ્યક્તીઓ આ નિગમની યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઇન અરજીઓ તા.૧૧/૧૨/૨૦૨૦ સુધી સ્વીકારવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે નિગમની વેબસાઇટ https://sje.gujarat.gov.in/gskvn પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજદાર સંબંધિત ગ્રામ પંચાયતો ઇ-ગ્રામ, વિશ્વગ્રામ યોજના હેઠળ રાખવામા આવેલા કોમ્યુટર સેન્ટર ખાતેથી પણ ઓનલાઇન અરજી કરાવી શકશે. વધુ માહિતિ માટે મદદ. જિલ્લા મેનેજર, ગુ.સ.કા.વિ.નિગમ, રૂમ નં. ૪૬,૪૭, જિલ્લા સેવા સદન, મોરબીનો સંપર્ક કરવા જિલ્લા મેનેજરશ્રી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!