Sunday, December 29, 2024
HomeGujaratવાંકાનેરમાં અમરસર ગામની સીમમાંથી ૨૨.૬૬ લાખનો દારૂ ઝડપાયો

વાંકાનેરમાં અમરસર ગામની સીમમાંથી ૨૨.૬૬ લાખનો દારૂ ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે અમરસર ગામ સીમ વિસ્તારમાં રેડ કરી હતી જ્યાં દારૂનું કટિંગ કરાય તે પૂર્વે પોલીસે ત્રાટકીને ઈંગ્લીશ દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધો હતો. જેમાં ટ્રકમાંથી અલગ અલગ બ્રાંડની ૩૫૪૦ બોટલ કીમત રૂ. ૧૩,૨૭,૫૦૦/- તેમજ અન્ય ૧૪૫૨ બોટલ કીમત રૂ. ૭,૫૫,૪૨૦/- અને ૬૧૨ બોટલ કીમત રૂ. ૧,૮૩,૬૦૦/- નો મુદામાલ મળી આવ્યો હતો એમ કુલ મળી ૫૬૦૪ બોટલ દારૂ કુલ કીમત રૂ. ૨૨.૬૬ લાખની કિમતનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તે ઉપરાંત સ્થળ પરથી ટ્રક જીજે-૧૫-એટી-૧૫૪૧ (કિં. રૂ. ૭ લાખ) , સ્કોર્પીઓ કાર જીજે-૦૩-સીએ-૦૭૪૭ (કિં.રૂ.૧૨ લાખ) , બાઈક જીજે-૦૬-બીસી-૩૦૯૧ (કિં.રૂ.૨૦,૦૦૦) અને મોબાઈલ(કિં.રૂ.૫૦૦૦/-) મળીને કુલ ૪૧,૯૧,૫૨૦/- ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી મહમદ વહીદ આબુલ્હશન ખાણ (ઉ.વ.૨૧) રહે. યુપી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં વાંકાનેર સીટીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. સોનારા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. સી. મોલિયા, એએસઆઈ હીરાભાઈ મઠીયા,પરસોતમભાઇ સોલંકી, પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, ઈન્દ્રજીતસિંહ ઝાલા, પો.કોન્સ. રાજેશભાઈ ગઢવી, વિપુલભાઈ પરમાર, તાહજુદ્દીનભાઈ શેરસીયા, રમેશભાઈ કાનગડ, અશ્વિનભાઈ ચાવડા, લોકરક્ષક કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, શૈલેષભાઈ સોલંકી,અજીતસિંહ સોલંકી સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!