Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર ખાતે આરોપી લખુભાના મકાનમાંથી 22 બોટલ દારૂ ઝડપાઇ

વાંકાનેર ખાતે આરોપી લખુભાના મકાનમાંથી 22 બોટલ દારૂ ઝડપાઇ

વાંકાનેરના વીશીપરા મીલ સોસાયટી ગોડાઉન પાસે રહેતા આરોપીના રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ કરી 22 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો આ રેઇડ દરમિયાન આરોપી લખુભા નાશી છુટતા પોલીસે આરોપીને ફરારી જાહેર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેરના વીશીપરા મીલ સોસાયટીમા આવેલ ગોડાઉન નજીક રહેતા લક્ષ્મણભાઈ ઉર્ફે લખુભા નકુભા સાદૈયા (ઉવ-૨૩)ના મકાનમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની પોલીસે બાતમી મળતા પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો જ્યા રેડ કરતા અંગ્રેજી દારૂ ની MCDOWELLS NO.1 ની 22 બોટલ કીરૂ ૮૨૫૦ ના મુદામાલ ઝડપાયો હતો. જોકે રેઇડ દરમિયાન આરોપી નાશી છૂટતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

-વાંકાનેરના મકતાનપર ગામની સીમમાંથી એક બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં આવેલ બેચરભાઇની વાડીના રસ્તા પરથી શંકાસ્પદ હાલતમાં નીકળે
અજીતભાઇ દીનેશભાઇ રાતૈયા (ઉ.વ-૨૧ રહે-જાલી તા-વાંકાનેર જી-મોરબી) ને અટકાવી પોલીસે તલાશી લેતા પેન્ટના નેફામાંથી મેકડોવેલ્સ નંબર-૦૧ ની એક બોટલ દારૂ ઝડપાયો હતો આથી પોલીસે ગુનો પ્રોહી.કલમ ૬૫(એ)(એ),૧૧૬(બી) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!