Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના સાદુળકા ગામે પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ ૨૩.૨૪ લાખની ચોરીનો...

મોરબીના સાદુળકા ગામે પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ ૨૩.૨૪ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો:પાંચ આરોપી ઝડપાયા

મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી.,ના કેમ્પસમાં આવેલ સ્ટોરરૂમની બારીની ગ્રીલ ગત તા.૨૩/૧૧/૨૦૨૨ થી તા.૧૩/૧૨/૨૦૨૨ ના પહેલા કોઇ પણ વખતે તોડી સ્ટોર રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સ્ટોરરૂમમાંથી સબમર્શીબલ પંપ મોટર સેટ-૭ તથા ૧૧ મોટર તથા કુલ જુદી જુદી સાઇઝના ૧૦,૧૩૩ મીટરના કેબલ, મળી કુલ રૂ.-૨૩,૨૪,૩૪૪/- ના માલ સામાનની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રૂ. ૨૩,૨૪,૩૪૪/-નો રીકવર કરી ચોરી કરતી ગેંગના પાંચ આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે પકડી પાડી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી.,ના કેમ્પસમાં આવેલ સ્ટોરરૂમમાં થયેલ ઘરફોડ ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૪/૧૨/૨૦૨૨ ના રોજ ગુનો નોંધાયો હતો. જે ગુનાની પ્રથમ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ. ચલાવતા હતા. જે ગુનો વણશોધાયેલ હોય અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ઉપરી અધિકારીએ ગુનો શોધી કાઢવા આ તપાસ મોરબી એલ.સી.બી. પી.આઇ.ને ટ્રાન્સફર કરેલ હતી. તેમજ રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં બનતા શરીર મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના સ્ટાફના માણસો કાર્યરત હતા. આ ગુનો શોધી કાઢવા ઉપરી અધિકારીની સુચના, માર્ગદર્શન હેઠળ તાત્કાલીક એલ.સી.બી./પેરોલ ફર્લો / ટેકનીકલ સેલ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનું નિરીક્ષણ કરી, બનાવ સ્થળની આસપાસ સઘન તપાસ કરી ટેકનીકલ માધ્યમ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા.

જે તપાસ દરમ્યાન મળેલ હકિકત આધારે સુનીલભાઇ મનજીભાઇ સોલંકી, પુરારામ ઉર્ફે પંકજભાઇ મગારામ ચૌધરી, બન્નાલાલ ઉર્ફે વનાભાઇ સોગાજી ભાંભર, દિનેશભાઇ ઉર્ફે દિનો કેશાભાઇ પરમાર તથા મગનારામ ઉર્ફે મગન વિરમારામ કલબી એમ કુલ ૦૫ આરોપીઓ ચોરીમાં ગયેલ મુદામાલ તથા ગુનામાં વપરાયેલ વાહનો, મોબાઇલ ફોન સાથે મળી આવતા તેઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ, મોરબી એલ.સી.બી.એ પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ રૂપીયા- ૨૩,૨૪,૩૪૪ /- ની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ ૧૦૦ ટકા મુદામાલ તથા બે બોલેરો પિકપ વાહન અને બે કાર અને મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ કી.રૂ. ૪૩,૭૮,૬૯૦/- ના મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના કુલ-૦૫ આરોપીઓને પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુનાને ઉકેલી કાઢવામાં સફળતા મળેલ છે.

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ,પીએસઆઈ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તેમજ મોરબી એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કોડ અને ટેકનિકલ સહિત ની ટીમો જોડાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!