Friday, April 26, 2024
HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની 247.96 લાખની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું

મોરબી જિલ્લા પંચાયતની 247.96 લાખની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 19 કરોડ 8 લાખની જોગવાઈ સાથેનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ગત વર્ષ કરતા બે કરોડનો વધારો કરી 7.25 કરોડની જોગવાઈ કરાઈ છે ઉપરાંત આરોગ્ય માટે માત્ર 11. 60 લાખની જ જોગવાઈ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -


ભાજપ શાસીત મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે રજુ થયેલ બજેટમાં 247.96 લાખની પુરાંત વાળું છે. બજેટમાં 1006.33 લાખ ઉઘડતી સિલ્ક દર્શાવી વર્ષ 2022-23માં 901.85 લાખની આવક અંદાજવામાં આવી છે. જિલ્લા પંચાયતના સામાન્ય બજેટમાં પંચાયત અને વિકાસ કામો માટે સૌથી વધુ રૂપિયા 7.25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત શિક્ષણ માટે 70. 33 લાખ, ખેતીવાડી માટે 8.50 લાખ, પશુપાલન માટે 2.10 લાખ,બજેટમાં સામાન્ય વહિવટ ક્ષેત્રે માનદ વેતન, પગાર ભથ્થા અને કન્ટીજન્સી ખર્ચ માટે રૂપિયા 1. 33 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સમાજ કલ્યાણ માટે 60 લાખ, અકળ શાખા માટે 1.30 લાખ, કુદરતી આફતો માટે 2 કરોડ 45 લાખ, સિંચાઈ માટે 46.75 લાખ, બાંધકામ માટે 3. 11 કરોડ, પ્રકીર્ણ યોજના માટે 37.31 લાખ, અને આઈસીડીએસ માટે 7 લાખ જોગવાઈ કરવામાં આવી છે.બજેટમાં આરોગ્ય માટે માત્ર 11.60 લાખની જ જોગવાઈ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!