Wednesday, January 15, 2025
HomeGujaratટાટા 407 વાહનમાં 275 લીટર દેશી દારૂ ભરી થાન પંથકનો શખ્સ વેચાણ...

ટાટા 407 વાહનમાં 275 લીટર દેશી દારૂ ભરી થાન પંથકનો શખ્સ વેચાણ અર્થે વાંકાનેર પંથકમાં પહોંચે તે પહેલાં પોલીસે પકડી લીધો

સુરેન્દ્રનગરના થાન તાલુકાનો શખ્સ પોતાના ટાટા 407 વાહનમાં દેશી દારૂનો જંગી જથ્થો ભરી વાંકાનેર નજીક ખેંપ મારવા જતો હતો આ દરમિયાન વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ આવેલ અમરધામ આશ્રમ પાસે પોલીસે દબોચી લીધો હતો. જેની પૂછપરછ દરમિયાન બે શખ્સોના નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના ઢુવા-માટેલ રોડ આવેલ અમરધામ આશ્રમ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા ટાટા 407 વહનને અટકાવી પોલીસે તલાસી લેતા 407 માંથી 275 લીટર દેશી દારૂ કી.રૂ. ૫,૫૦૦નો જથ્થો ઝડપાયો હતો. પોલીસે આરોપી મનુભાઇ વસ્તાભાઇ ખાચર (ઉ.વ. ૨૨) રહે. હાલ થાનગઢ મફતીયાપરા ઝાલાવાડ પોટરી પાસે તા.થાન વાળની પૂછપરછ કરતા આ જથ્થો વેચાણ અર્થે ઢુવા માટેલ રોડ પર આવેલ દ્વારકાધીશ હોટલ પાસે ઝુપડામાં રહેતા જકસીભાઇ દાજીભાઇ દેવીપુજક તથા જગુભાઇ ભીખુભાઇ દેવીપુજકને આપવા જતો હોવાની કબૂલાત આપી હતી.

જેને લઈને પોલીસે મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૫૦૦,TATA 407 નં-GJ-2-U-8997 વાહન કી.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૦૬,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી મનુને ઝડપી લીધો હતો. આ ઉપરાંત ફરાર બને આરોપીને ઝડપી લેવા પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!