માળીયા મિયાણા પુરવઠા વિભાગની ટિમ દ્વારા માળીયા ગ્રાહક સેવા ભંડારમાંથી રજીસ્ટરના ગોટાળા ઝડપી લઈ અનાજનો જથ્થો સિઝ કરતા ગોબચારી આચરતા સસ્તા અનાજના દુકાનધારકોમાં ફફડાટ મચી ગયો છે.
માળીયા મિયાણા પંથકમાં સસ્તા અનાજના પરવાનેદારો દ્વારા ગેરરીતિ આચરી ગરીબોના હક્કનું અનાજ સગેવગે કરવામાં આવતું હોવાની રાવને પગલે માળીયા પુરવઠા વિભાગની ટીમે આજે ઓચિંતું ચેકીંગ હાથ ધર્યું હતું. પુરવઠા વિભાગ દ્વારા માળીયા ગ્રાહક સેવા ભંડારમાં ચેકીંગ દરમિયાન રજીસ્ટરમાં ગોટાળા સામે આવ્યા હતા. પરવાનેદાર દ્વારા રજીસ્ટર ન નિભાવવા અને ગ્રાહકોને બિલ ન આપવામાં આવતા હોવાનું સામે આવતા પુરવઠા વિભાગ દ્વારા આકરા પાણીએ થઈ દુકાનમાંથી દુકાનમાંથી જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો.
કુલ 2,77,000 નો અનાજનો જથ્થો સિઝ કરવામાં આવતા ગેરરીતિ આચરતા સસ્તા અનાજના દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.