મોરબી તાલુકાના મકનસર ગામે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. ગામમાં પોતાના ઘરે ફળીયામાં પાણી સંગ્રહ કરવા માટે બનાવવામાં આવેલા ભોય ટાંકામાં અકસ્માતે પડી જતા 29 વર્ષીય પરિણીતાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ મોરબીના મકનસર ગામે રહેતા ટમુબેન વા/ઓ સાગરભાઈ ખાંભલા પોતાના ઘરે ફળીયામાં આવેલા પાણીના ભોય ટાંકામાં અકસ્માતે પડી ગયા હતા. પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત થયું હતું.બનાવ બાદ તેમને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. ટમુબેનના લગ્નને આશરે 10 વર્ષ થયા હતા અને તેમને બે પુત્ર હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






