Tuesday, October 6, 2026
HomeGujaratટંકારાના ખેડૂતને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે રૂ. ૯.૬૦ લાખની સહાય

ટંકારાના ખેડૂતને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે રૂ. ૯.૬૦ લાખની સહાય

સરકારી સહાયથી છત્તર ગામના ખેડૂતની ખેતી બની આધુનિક અને ઝડપી.

- Advertisement -
- Advertisement -

મોરબી: બદલાતા સમય સાથે મોરબી જીલ્લાના ખેડૂત હવે આધુનિક ટેકનોલોજી અને કૃષિ યાંત્રીકીકરણ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. ટંકારા તાલુકાના છત્તર ગામના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ સવજીભાઈ પટેલે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સરકારના ખેતીવાડી વિભાગની ‘AGR – 2 FM (COMBINED HARVESTER)’ સહાય યોજના હેઠળ i-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી. પારદર્શક વહીવટી પ્રક્રિયાના પરિણામે અરજી મંજૂર થતાં તેમણે કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી કરી હતી, જેની સામે તેમને સરકાર તરફથી રૂ. ૯,૬૦,૦૦૦/- ની માતબર સાધન સહાય પ્રાપ્ત થઈ છે.

આધુનિક સાધન અને માતબર સહાય મળવા બદલ આનંદ વ્યક્ત કરતાં લાભાર્થી ખેડૂત દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અગાઉ પાકની લણણી માટે મજૂરો પર નિર્ભર રહેવું પડતું હતું અને સમય તેમજ નાણાંનો વ્યય થતો હતો. પરંતુ i-Khedut પોર્ટલના માધ્યમથી અત્યંત સરળતાથી અરજી મંજૂર થઈ અને સરકાર તરફથી રૂ. ૯.૬૦ લાખની સહાય મળી. આ કમ્બાઈન્ડ હાર્વેસ્ટર આવવાથી હવે પાકની કાપણી, થ્રેશિંગ અને સફાઈ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી થઈ જાય છે.” તેમણે સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ૭/૧૨ અને ૮-અ ધરાવતો કોઈપણ ખેડૂત ખાતેદાર આધાર કાર્ડ, બેંક પાસબુક, બિલ અને RC બુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે i-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે.

સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોની શ્રમજીવી મહેનત ઘટાડવા અને પાક લણણીની કામગીરી સુગમ બનાવવા માટે અમલમાં મુકાયેલી વિવિધ પ્રોત્સાહક સહાય યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પરિશ્રમ અને સરકારના સહયોગના સમન્વય સાથે ખેડૂતોની આવકની સાથે સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!