છળકપટ કરી ૩.૧૫ લાખનો કોલસાનો જથ્થો બારોબાર વેચી નાખતા માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ
મોરબીના નવલખી પોર્ટમાંથી પૂર્વ આયોજીત કાવતરું રચી ટ્રક ડ્રાઈવર સહિત 3 શખ્સોએ ૩.૧૫ લાખનો કિંમતનો ૩૫ ટન કોલસો બારોબાર વહેંચી દઈ છેતરપીંડી કરતા ફરીયાદ નોંધાવા પામી છે.
આ અંગેની માહીતી મુજબ જામનગરના વિજયનગર જકાતનાકા પાસે રહેતો અને હાલ મોરબીના મોટા દહિસરા ગામે રહેતો નવલખી પોર્ટમાં પ્રવીણ નોકરી કરતો અનીલભાઈ વારામભાઈ સવાણી નામના યુવાને માળીયા મીયાળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે જેમાં ટ્રક નં જીજે ૩૬ ટી ૫૧૯૧નો ડ્રાઈવર જયપ્રમાશ મુન્નાલાલ અને મોરબીમાં રહેતાં રાજ પટેલ સહિત ૩ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. યુવાને ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ઉપરોકત શખ્સોએ પોતાનું ગુનાહિત કાવતરૂ પાર પાડવા નવલખી પોર્ટમાંથી પોતના ટ્રકમાં ૩૫ ટન કોલસો વિરૂ૩.૧૫ લાખનો માલ ભરી બારોબાર વેચાણ કરી છેતરપીંડી કરી હતો, ફરીયાદના પગલે પીએસઆઈ બી.ડી. જાડેજાએ તપાસ હાથ ધરી