મોરબીની સાર્થક વિદ્યાલય ખાતે સમસ્ત બ્રહ્મસમાજ – મોરબી દ્વારા સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રેકોર્ડ બ્રેક ૬૫૦થી વધુ માર્કશીટનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ૨૭૦થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સરસ્વતિ સન્માન સમારોહ મુખ્ય અતિથિ તરીકે અભીનેષ દુબેજી તથા હિરલબેન વ્યાસ(જિલ્લા યુવા વિકાસ અધિકારી)એ હાજરી આપી હતી. કાર્યક્રમમાં નવતર પ્રયોગના ભાગરૂપે ધો. ૬ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે લેવલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને તમામ વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓએ સફળ બનાવી હતી, વધુમાં આયોજન અંગે વોટસએપ,ફેસબૂક અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
આ વખતે વિદ્યાર્થી સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ ને જ મહત્વ મળી રહે એ માટે નો સ્ટેજ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અતિથિ વિશેષ સિવાયના મહેમાનોને સ્ટેજ ઉપર સ્થાન અપાયું ન હતું.જેને બ્રહ્મસમાજના તમામ અગ્રણીઓએ વધાવી લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઇ જોષી તથા તમામ હોદેદારો,શિક્ષણ સમિતિ તથા પ્રચાર પ્રસાર સમિતિનાહોદેદારો એ જહેમત ઉઠાવી હતી.