Sunday, May 19, 2024
HomeGujaratમોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલી મહિલા મોરબીમાંથી દેશી દારૂ વેચતી ઝડપાઇ

મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલી મહિલા મોરબીમાંથી દેશી દારૂ વેચતી ઝડપાઇ

ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલ અને મોરબી, જામનગર, રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છ – ભુજ જિલ્લામાંથી હદપાર થયેલ સોનલ કટિયા નામની મહિલા મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં દારૂ વેંચતી ઝડપાતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પંથકમાં દારૂ સહિતના ગુન્હાહિત કૃત્યમાં સંડોવાયેલી સોનલબેન ઉર્ફ સોનકી અબ્બાસભાઇ કટીયા, (ઉવ ૪૧) રહે. માળીયા વનાળિયા મેઇન રોડ મોરબીને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મોરબી ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ – ભુજ જિલ્લાથી હદપાર કરવામાં આવી હતી. છતાં આ મહિલા પોતાના ઘરે દેશી દારૂનું વેચાણ ચાલુ રાખતા બી ડિવિઝન પોલીસે દેશી દારૂ ૨૪૫ લીટર કીંમત .૪,૯૦૦ સાથે ઝડપી લીધી હતી. પોલીસે હદપારનો ભંગ અને પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!