Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી રાજપર રોડ પર સ્ટેટ વિજિલન્સે પકડેલા ૩૨.૭૦ લાખના દારૂના જથ્થામાં સાત...

મોરબી રાજપર રોડ પર સ્ટેટ વિજિલન્સે પકડેલા ૩૨.૭૦ લાખના દારૂના જથ્થામાં સાત ઈસમો સામે ગુનો નોંધાયો: પાંચની શોધખોળ

મોરબીના રાજપર રોડે સ્ટેટ વિઝીલન્સની ટીમે દરોડો પાડી રમ ૩૨,૭૦,૧૬૦ ની કિંમતનો ૬૨૨ પેટી દારૂ એક ટ્રક કી. રૂ.૧૦,૦૦,૦૦૦ રોકડ રકમ ૮૭,૨૫૦ તેમજ ૧૦,૦૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ મળી કુલ  ૪૩ લાખ ૬૭,૪૧૦ નો મુદામાલ પકડી પાડ્યો છે અને આ દારૂ લાવનાર ડ્રાઇવર અને અન્ય એક શખ્સ મળી કુલ બે ઈસમો ની ધરપકડ કરી દારૂ મંગાવનાર કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પાંચ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મોરબીના રાજપર રોડ પર આવેલ કારખાનામાં સ્ટેટ વિજિલન્સ દવારા દરોડો પાડીને વિદેશી દારૂની ૬૨૨ પેટી સહિત કુલ ૪૩.૬૭ લાખના મુદામાલ સાથે ડ્રાઈવર અને અન્ય એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે જેમાં સ્ટેટ વિજિલન્સની ટીમને બાતમી મળી હતી કે મોરબી ના રાજપર રોડ પર આવેલ આશીર્વાદ ઇમ્પેક્ષ નામના કારખાનાના ગોડાઉનમાં એક ટ્રકમાં દારૂ નો જથ્થો ઉતરવાનો છે જેથી સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા વહેલી સવારે રાજપર રોડ પર આશીર્વાદ ઇમ્પેક્ષ કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો.જ્યાંથી જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૭૪૬૪ બોટલ મળી કુલ ૬૨૨ પેટી દારૂ જેની અંદાજીત કી. રૂ. ૩૨,૭૦,૧૬૦ અને ટ્રક નં. GJ-08-W-3871 જેની કી. રૂ.૧૦,૦૦,૦૦૦ રોકડ રકમ રૂ.૮૭,૨૫૦ અને રૂ.૧૦,૦૦૦ ની કિંમતના ત્રણ મોબાઈલ મળી કુલ રૂ ૪૩,૬૭,૪૧૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ દરોડા દરમિયાન ટ્રક ડ્રાઈવર ચુનારામ મોટારામ ગોડારા જાટ (રહે.રાવતસર પ્રેમ સાગર તા.જી.બાડમેર રાજસ્થાન) અને રોહિત રાજેશભાઇ બારૈયા રહે સાબરકાંઠા વાળાને બે આરોપીઓને ઝડપી પડવામાં આવ્યા છે તેમજ ઝડપાયેલા ટ્રક ડ્રાઇવરની પ્રાથમિક પૂછપરછ માં આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોર થી મોરબી આશીર્વાદ ઈંપેક્ષ કારખાનાના માલિક અને મોરબીના રાજપર ગામનો વતની ડેનિશ કાંતિલાલ મારણવીયા પટેલ અને મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજા,પ્રગ્નેશ નાગજીભાઈ ગોડાસરા,વિરણ ભગવાનજી ભાઈ ગઢીયા,રાવતરામ રહે બાડમેર સહિતના નાસ્તા ફરતા હોવાનું બહાર આવ્યું છે જેમાં કુલ સાત ઇસમો સામે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી ફરાર પાંચેય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.આ કામગીરી માં સ્ટેટ મોનીટરીંગ ની એસપી નિરલિપ્ત રાયની રાહબરી હેઠળ ડીવાયએસપી કે ટી કામરીયાના સુપરવીઝનમાં પીએસઆઇ એ ડી ચાવડા સહિતની ટિમ રોકાયેલ હતી.પોલીસની તપાસમાં આ દારૂનો જથ્થો રફળેશ્વર ના રોડે થઈને રાજપર આવેલા આશીર્વાદ ઇમ્પએક્સ નામના ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે પોલીસે ગુનો નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે સ્ટેટ વિજિલન્સ ની ટીમને બાજુના એક ગોડાઉનમાં પણ દારૂનો જથ્થો પડ્યો શંકા જતા તે ગોડાઉન બહારથી તાળું માર્યું હતું જો કે હિંમત કરી આ ગોડાઉનમાં હજુ માલ પડ્યો હોવાની શંકાના આધારે ગોડાઉન નું તાળું તોડી તલાશી લેતા તેમાંથી એક શકમંદ જોવા મળ્યો હતો જેમાં આ વ્યક્તિ બારૈયા રીતેશ રાજેશભાઈ,કોઠબા જી.મહિસાગર વાળો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું અને આ દારૂનો જથ્થો તેણે અનેતેના ભાઈએ જ આ ગોડાઉનમાં ઉતાર્યો હોવાની ચોંકાવનારી કબુલાત આપી હતી પોલીસે હાલ બે આરોપીઓ ઇ ધરપકડ કરી અન્ય ઓઆચ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે અને એ ડીવીઝન પોલીસમથકમાં ગુનો નોંધી આ માલ કોણે મોકલ્યો છે તેની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!