Friday, January 10, 2025
HomeGujaratમોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા આયોજિત રક્તદાન, નિદાન કેમ્પનો 320 લોકોએ લીધો...

મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા આયોજિત રક્તદાન, નિદાન કેમ્પનો 320 લોકોએ લીધો લાભ

મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નીમીત્તે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દશા શ્રીમાળી વણીક વાડી મોરબી ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ૩૨૦ વધુ લોકોએ લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

આ અવસરે કેમ્પમાં ડો.રવી પટેલ, ડો.વૈભવ દફતરી તથા ડો.વીવેક પટેલ ( રાઘાક્રીષ્ન હોસ્પિટલ), ડો.દીક્ષીત કાસુંદ્રા(કામ્યા સ્કીન કલીનીક), ડો.વીશાલ રૂપાલા (નેત્રા આંખની હોસ્પિટલ) સહિતનાઓએ સેવા આપી હતી.
જેમાં દદીઁના, ફેફસા, બીપી, હદય , ડાયાબીટીશ, આંખ, ચામડીની તપાસ કરીને વીનામુલ્યે દવા આપવામાં આવી હતી. તથા સંસ્કાર બ્લડ બેન્ક માટે કેમ્પમાં ૫૭ બોટલ રકત એકત્ર કરાયું હતું. જેમાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જેજેસી પ્રમુખ જીતેન દોશી તથા સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!