Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના વીશીપરા ખાતે ઓરડીમાંથી 35 બોટલ દારૂ, 52 ટીન બિયર અને છરી,...

મોરબીના વીશીપરા ખાતે ઓરડીમાંથી 35 બોટલ દારૂ, 52 ટીન બિયર અને છરી, તલવાર સહિતના હથિયારો ઝડપાયા

મોરબીના વીશીપરામા આવેલ એક રહેણાંક ઓરડીમા પોલીસે રેઇડ પાડી 35 બોટલ અને જુદી જુદી બ્રાન્ડના બિયરના 52 ટીન ઉપરાંત છરી, ગુપ્તિ, તલવાર સહિતના હથિયાર ઝડપાયા હતા. આ દરમિયાન આરોપી હાજર ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વીશીપરામા રહેતા રોહીતભાઇ ઉર્ફે બલુભાઇ બાબુભાઇની ઓરડીમાં પોલીસે રેઇડ પાડી હતી. જે દરમિયાન ઓરડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૫, કી.રૂ-.૧૩,૧૨૫ તથા કીંગ ફીસર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમના બીયર ટીન નંગ-૩૬ કી.રૂ.૩૬,૦૦ તેમજ ડરે ડેવીન એકસ્ટ્રા સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર નંગ-૧૬ કી.રૂ.૧૬,૦૦ સહિત કુલ 87 બોટલ દારૂ, બિયર કિ.રૂ.૧૮૩૨૫ નો જથ્થો ઝડપાયો હતો. વધુમાં ઓરડીની તલાશી દરમિયાન પ્લાસ્ટીકના હાથા વાળી સ્ટીલની છરી કિ.રૂ. ૫૦ તથા બે ફુટ લાંબી ગુપ્તિ કિ.રૂ. ૧૦૦ તથા સાડા ત્રણેક ફુટ લાંબી તલવાર જેવી છરી કિ.રૂ.૨૦૦ સહિતના હથિયારો પણ ઝડપાયા હતા. આ રેઇડ દરમિયાન આરોપી રોહીતભાઇ ઉર્ફે બલુભાઇ બાબુભાઇ કોળી હાજર ન મળતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જેને પગલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિ.કલમ-૬૫ એ,ઇ, ૧૧૬બી, તેમજ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!