માળીયા ના ખીરઈ ગામ અને મોરબીના લગધીર વાસ ચોક માં વરલી નો જુગાર રમતા બેની ધરપકડ. મોરબી શહેર અને માળીયા વિસ્તારમાં પોલીસે જુગારના 3 ગુના નોંધી સખસો ધરપકડ કરી નાસી ગયેલા બે ઇસમો ની શોધખોળ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ના હેડ કોન્સ્ટેબલ એમ એમ દે ગામડિયા સહિતનો સ્ટાફ કબીર ટેકરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તીન પત્તીનો જુગાર રમતો નિઝામ સલીમ મોવર, જુનેદ હુસેન કુરેશી, કિસાન દિલીપ કાનાબાર સહિત ચાર શખ્સોને દબોચી લીધા હતા જ્યારે પોલીસ આવવાની ભનક પડી જતા હાજી મુસા કુરેશી અને સિકંદર દાઉદ શેખ નામના બે શખ્સો નાસી જતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં માળીયાના ખીરઈ નામે વરલીના આંકડા નો જુગાર રમતો જુનેદ સુલેમાન સામતાણી અને મોરબીમાં આવેલ લગધિરવાસ ચોક પાસે જાહેરમાં વરલીના આંકડા નો જુગાર રમતા બે શખ્સોને 3710 ની રોકડ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.