Saturday, October 5, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં અલગ-અલગ સ્થળેથી દેશી દારૂ સાથે ૪ ઝડપાયા, ૧ની શોધખોળ

મોરબી જીલ્લામાં અલગ-અલગ સ્થળેથી દેશી દારૂ સાથે ૪ ઝડપાયા, ૧ની શોધખોળ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસે ગઈકાલે નાનારામપર ગામનાં પાદરમાંથી જયદિપસિંહ ગવુભા ઝાલા તથા રામદેવસિંહ સામંતસિંહ ઝાલાને હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી. નં. જીજે-૩-એનએન-૮૬૦૬ (કિં.રૂ.૧૫,૦૦૦/-) વાળામાં દેશી દારૂ ૧૨લીટર (કિં.રૂ.૨૪૦/-) મળી કુલ કિં.રૂ.૧૫,૨૪૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસે બેલા ગામની સીમમાં આવેલ લોડસ હોટલ સામેથી શક્તિસિંહ ટપુભા રાણા (ઉ.વ.૪૫, રહે. જુના પીપળી તા.જી. મોરબી) વાળાને આશરે ૨૦૦મીલી ક્ષમતાવાળી પ્લાસ્ટિકની પારદર્શક કોથળી નંગ ૭૦માં દેશી દારૂ લીટર ૧૪(કિં.રૂ.૨૮૦/-) સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી જ્યારે ત્રીજા બનાવમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મોરબી-૨ શોભેશ્વર રોડ પાણીનાં ટાંકાની બાજુમાં મેલડી માંનાં મંદિર પાસેથી હાર્દિકભાઈ વિજયભાઈ અખિયાણી (ઉ.વ.૩૨)ને ૭ લીટર દેશી દારૂ કિં.રૂ.૧૪૦/- સાથે પકડી પાડ્યો હતો જ્યારે આરોપ કમલેશભાઈ રમેશભાઈ દેત્રોજા હાજર ન મળી આવતાં બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!