મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે સામાકાંઠે રામકૃષ્ણનગર મકાન નં. આર-૧૦માં આરોપી જયાબેન રમેશભાઈ લાલુકીયા બહારથી મહિલાઓને બોલાવી જુગારનાં સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતી હોવાની બાતમીનાં આધારે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતાં સોનલબેન નવીનભાઈ ગુર્જર, નીતાબા નટુભા ઝાલા, જોષનાબેન રામજીભાઈ ખખ્ખર, ચેતનાબેન નવીનભાઈ ગુર્જર, સાહિનબેન નુરમામદભાઈ સુમરા અને જયાબેન રમેશભાઈ લાલુકીયા એમ કુલ ૬ મહિલાઓને રોકડા રૂ. ૩૨,૨૦૦/- સાથે ઝડપી પાડી હતી. તો બીજા દરોડામાં પોલીસે વિસીપરા ખડિયાપરામાં જાહેરમાં જુગાર રમતાં સંજય ઉર્ફે ગોતમ અવચરભાઈ જંજવાડીયા, વિજયભાઈ લક્ષ્મણભાઈ વરાણીયા, અલ્તાફભાઈ હૈદરભાઈ જેડા અને મેરૂભાઈ હકાભાઈ ઢીંગલીયા એમ કુલ ચાર ઈસમોને રોકડા રૂ. ૧૧,૧૭૦/- સાથે ઝડપી પાડ્યા હતા.
જ્યારે ત્રીજા દરોડામાં પોલીસે સામાકાંઠે ઈન્દિરાનગરમાં જાહેરમાં તીનપતીનો રોનપોલીસનો જુગાર રમતાં વિજયભાઈ તુલસીભાઈ સોલંકી, પારસભાઈ હીરાભાઈ ધોળકીયા, રમેશભાઈ રામજીભાઈ વરાણીયા, સંજયભાઈ હરીભાઇ ટીડાણી, તનવીરખાન મહેતાબખાન ખાન, સરોજબેન સંજયભાઈ ટીડાણી અને અમૃતાબેન રમેશભાઈ વરાણીયા એમ ૨ મહિલા સહિત કુલ ૭ ઈસમોને રોકડા રૂ. ૧૦,૧૧૦/- સાથે ઝડપી પાડ્યા હતાં. તો ચોથા દરોડામાં પોલીસે વિસીપરા જુની જેલ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં વિરજીભાઈ માધુભાઈ પીપળીયા અને ભરતભાઈ દિનેશભાઈ અદગામાને રોકડા રૂ. ૨૬૧૦/- સાથે ઝડપી પાડ્યા હતાં. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.