Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજ પાસે ટેન્કરે ઈકોને હડફેટે લેતા ૪ ઈજાગ્રસ્ત

વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજ પાસે ટેન્કરે ઈકોને હડફેટે લેતા ૪ ઈજાગ્રસ્ત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાનાં દીઘલીયા ગામે રહેતા ગોરધનભાઈ લખમણભાઈ ધોરીયાએ ટેન્કર નં. જીજે-૧૦-ટીએક્સ-૩૯૫૧નાં ચાલક સલીમભાઈ હાસમભાઈ ફકીર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭નાં રોજ વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજથી આગળ ઓનેસ્ટ હોટલ પાસે આરોપી ટેન્કર નં. જીજે-૧૦-ટીએક્સ-૩૯૫૧નાં ચાલક સલીમભાઈએ પોતાનું વાહન પુરઝડપે બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીની ઈકો કાર નં. જીજે-૩૬-આર-૫૬૩૦ ને પાછળથી ઠોકર મારી કારને પલ્ટી ખવડાવી કારમાં સવાર જયાબેન, રાઘવભાઈ તથા રતાભાઈને લોહી ફુટ તથા મુંઢ ઈજાઓ પહોંચાડી હતી તેમજ હેમીબેનને માથામાં ગંભીર ઈજા તથા જડબામાં ફ્રેકચર જેવી ઈજા પહોંચાડી હતી. વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતનાં આ બનાવની ફરિયાદનાં આધારે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!