મોરબી જિલ્લામાં આગામી તા. ૧૧ જુલાઈનાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે સાંસદ મોહન કુંડારીયાના હસ્તે તેમજ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉપસ્થિતીમાં ૬૬ કે.વી. વિજ સબસ્ટેશન લાલપર, ભુતકોટડા, પંચાસીયા, શોભેશ્વર એમ કુલ ચાર વિજ સબસ્ટેશનનું લોકાર્પણ અને ૬૬ કે.વી. વિજ સબસ્ટેશન આંદરણા અને ઘુંટુ-૨ નું ભુમિ પુજનનો કાર્યક્રમ મોરબી સીરામિક એસોશીએશન હોલ ખાતે યોજાનાર છે.









