નાણાં પ્રધાન કનુભાઇ દેસાઈએ ગુજરાત સરકારનું 2022નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં મોરબી માટે સોંથી અગત્યની કહી શકાય તેવી ભેટ રૂપે રૂપિયા 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાના સિરામીક પાર્કના નિર્માણની જાહેરાત કારવામા આવી છે જેને લઈને સીરામીક ઉદ્યોગકારો ખુશખુશાલ થયા છે. 400 કરોડની ફાળવણીને પગલે મોરબીની સકલ બદલશે અને વૈશ્વીક કક્ષાએ મોરબી ઉદ્યોગ નગરી તરીકે વિકશશે.આથી ઉદ્યોગકારોએ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા મોરબી માળીયા ના ધારાસભ્ય અને રાજયમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબીમાં વૈશ્વિક કક્ષાના સિરામિક પાર્કના નિર્માણ માટે બજેટમાં 400 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે જેથી મોરબીમાં રોડ રસ્તા સહિતના ઇન્ફ્રાસ્ટકચર ડેવલોપમેન્ટ થશે આ ઉપરાંત અન્ય સુવિધામાં વધારો થશે. જેને પગલે ઇન્ટરનેશનલ ખરીદદારોની વિઝીટ વધશે. જેનો સીધો ફાયદો મોરબી સીરામીક ઉદ્યોગના વાર્ષિક ટર્નઓવર પર થશે આથી ઉદ્યોગકારોએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.