Saturday, May 9, 2026
HomeGujaratવાંકાનેરના મકતાનપર ગામે ખેતરના શેઢે છુપાવી રાખેલ ૪૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો,...

વાંકાનેરના મકતાનપર ગામે ખેતરના શેઢે છુપાવી રાખેલ ૪૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો, આરોપી ફરાર

વાંકાનેર તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે મકતાનપર ગામની સીમમાં આવેલા ખેતરમાં રેઇડ કરતા દેશી દારૂ બનાવવાના આશરે ૪૦૦ લીટર ઠંડા આથાનો જથ્થો ઝડપાયો હતો. પોલીસના દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે, મકતાનપર ગામે કિશનભાઈ નથુભાઈ રાણેવાડિયા પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવા માટેનો આથો રાખ્યો છે, જેથી તુરંત રેઇડ કરતા, વાડીના શેઢા પાસે બાવળની કાંટમાં રાખેલા ૨૦૦ લીટરની ક્ષમતા ધરાવતા બે પ્લાસ્ટિક બેરલ મળી આવ્યા હતા. જેમાં કુલ ૪૦૦ લીટર ઠંડો આથો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને પોલીસે આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!