Saturday, May 9, 2026
HomeGujaratવાંકાનેર: મૈત્રી કરારથી સાથે રહેતી મહિલાને થાનગઢના યુવકે ખોટી શંકા રાખી હાથ-પગ...

વાંકાનેર: મૈત્રી કરારથી સાથે રહેતી મહિલાને થાનગઢના યુવકે ખોટી શંકા રાખી હાથ-પગ ભાંગી નાખ્યા

લુણસરીયા ફાટક નજીક યુવકે વર્તાવ્યો કાળો કેર, મહિલાને માર મારી વાળ કાપીને ભાઈને આપી ધમકી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર નજીક લુણસરીયા ફાટક પાસે થાનગઢના હિટનગર ગામે રહેતા યુવકે મૈત્રી કરારથી સાથે રહેતી મહિલાને ખોટી શંકાના વહેમમાં યુવકે કૌંસ વડે માર મારી બંને હાથ અને પગમાં ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ મહિલાના વાળ પણ કાપી નાખ્યા હતા અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢના હિટરનગર વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠાબેન ભરતભાઈ અઘારાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી દિલીપભાઈ દયારામભાઈ કાપડી રહે. સુરેન્દ્રનગર થાનગઢના હિટરનગરની સર્વોદય સોસાયટી વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા ચાર વર્ષથી દિલીપભાઈ કાપડી સાથે મૈત્રી કરારથી રહે છે. ત્યારે ગત તા.૦૨/૦૫ના રોજ બંને પોતાની કારમાં થાનથી વાંકાનેર પીરમશાયખ હોસ્પિટલ ખાતે દવા લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન લુણસરીયા ફાટક પાસે પહોંચતા દિલીપભાઈએ મહિલાની ઉપર ખોટો વહેમ રાખી ગાળાગાળી શરૂ કરી, ફરિયાદી ધર્મિષ્ઠાબેનને વાડી વિસ્તારમાં લઈ ગયો હતો અને ગાડીમાંથી કૌંસ કાઢી બંને હાથ તથા જમણા પગ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે બાદ ધર્મિષ્ઠાબેનને અપમાનિત કરવા આરોપીએ છરી વડે મહિલાના માથાના વાળ પણ કાપી નાખ્યા હતા. મહિલાએ પોતાના ભાઈ નરેન્દ્રભાઈને ફોન કરતા તેઓ સ્થળે પહોંચ્યા હતા, ત્યારે આરોપીએ તેમને પણ “દવાખાને લઈ જશો તો મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. ત્યારે ઇજાગ્રસ્ત મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બંને હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓને લઈને ઓપરેશન કરવું પડ્યું હતું. હાલ બનાવ અંગે પોલીસે આરોપી દિલીપભાઈ કાપડી વિરુદ્ધ બી.એન.એસ. તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!