Thursday, September 17, 2026
HomeGujaratમોરબીમાં ૪ ગરબા ક્લાસીસના ૪૦૨ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈ

મોરબીમાં ૪ ગરબા ક્લાસીસના ૪૦૨ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈ

ફાયર સેફ્ટી સિસ્ટમ અને સર્ટિફિકેટનું ચેકિંગ કરાયું: અપૂર્તતા ધરાવતી બિલ્ડિંગોને નોટિસ, ૭ FSPA અને ૧ FSCAની અરજી RFO કચેરીએ મોકલાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૦૯/૦૯/૨૦૨૬થી તા.૧૫/૦૯/૨૦૨૬ દરમિયાન શહેરના ૪ ગરબા ક્લાસીસમાં કુલ ૪૦૨ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. આ સાથે બિલ્ડિંગની ફાયર સેફ્ટી વ્યવસ્થા તથા સર્ટિફિકેટનું ચેકિંગ કરી અપૂર્તતા જણાયેલી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૦૯/૦૯/૨૦૨૬થી તા.૧૫/૦૯/૨૦૨૬ દરમિયાન શહેરમાં ફાયર સેફ્ટી અને પ્રિવેન્શનને લઈને વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ૪ ગરબા ક્લાસીસમાં ૪૦૨ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગોની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અપૂર્તતા જણાયેલી બિલ્ડિંગોને નોટિસ આપી ફાયર પ્રિવેન્શન અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી.

આ ઉપરાંત ૭ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) તથા ૧ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSCA) માટેની અરજી પ્રાપ્ત થતાં તેને આર.એફ.ઓ. કચેરી ખાતે ફોરવર્ડ કરવામાં આવી છે. અગ્નિશમન શાખા દ્વારા આપવામાં આવતી તાલીમનો મુખ્ય હેતુ લોકોને ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરવા, અગ્નિશમન સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવા તેમજ ઈમરજન્સીની પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી દ્વારા જાનમાલનું નુકસાન અટકાવવાનો છે. આ સમયગાળા દરમિયાન મોરબી શહેરમાં ૧ ફાયર કોલ અને ૧ રેસ્ક્યુ કોલની ઘટના પણ બની હતી, જેમાં ફાયર જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની આગ કે દુર્ઘટનાની સ્થિતિમાં નાગરિકો મોરબી અગ્નિશમન શાખાના (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ નંબર પર સંપર્ક કરી શકે છે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!