મોરબી તાલુકાના જીકીયારી ગામના જૂના વણકરવાસમાં રહેતા રમેશભાઈ સોલંકીનું હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યું હતું.
મોરબીના જીકીયારી ગામના જૂના વણકરવાસમાં રહેતા રમેશભાઈ ભલાભાઈ સોલંકી ઉવ.૪૫ને ગઈકાલ તા.૨૭ ઑક્ટોબરના રોજ ઘરે હાર્ટ એટેક આવતાં બેભાન હાલતમાં સારવાર માટે ચરાડવા સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મૃત્યુની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






