મોરબીમાં સત્યમ પાનવાળી શેરીમાં શ્રીજીનગરમાં રહેતી ૨૫ વર્ષીય કાજલબેન મલારનું ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મોત નીપજ્યું હતું. હાલ સીટી એ ડિવિઝન પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબીના શનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરીમાં શ્રીજીનગરમાં રહેતાં કાજલબેન ભાવિકભાઈ મલાર એ ગઈ તા.૨૬ ઑક્ટોબરના રોજ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. તેમને મૃત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ત્યારે હાજર તબીબે પોલીસને જાણ કરી હતી. મૃત્યુના બનાવની પ્રથમીમ તપાસમાં મૃતકના ૧) માસ પૂર્વે લગ્ન થયા હકવાનું સામે આવ્યું છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત નોંધી, મોત પાછળનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.






