Thursday, June 11, 2026
HomeGujaratકડીયાણા ગામે જમીનમાં દાટેલો ૪૫૦ લીટર દેશી દારૂનો આથો ઝડપાયો

કડીયાણા ગામે જમીનમાં દાટેલો ૪૫૦ લીટર દેશી દારૂનો આથો ઝડપાયો

હળવદ તાલુકાના કડીયાણા ગામે દેવીપૂજકવાસમાં પોલીસે બાતમીને આધારે બુટલેગરના ઘરમાં રેઇડ કરી હતી. જ્યાં મકાનના ફળીયામાં જમીનમાં અલગ-અલગ નવ જગ્યાએ દાટેલો ૪૫૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૧૧,૨૫૦/-મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા હળવદ પોલીસે તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે કડીયાણા ગામના દેવીપૂજક વાસ વિસ્તારમાં કાળુ ભીમાભાઈ વાઘેલાના રહેણાંક મકાન પર રેઇડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘરના ફળીયામાં જમીનમાં દાટેલા ૫૦ લીટરની ક્ષમતાવાળા નવ કેરબામાં કુલ ૪૫૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હોય જેથી પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!