મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે વાસુરભાઈની વાડીએ સુમિતાબેન સોલંકી અચાનક બેભાન થઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું.
મોરબીના કૃષ્ણનગર કોયલીમાં રહેતાં સુમિતાબેન ગોપાલભાઈ સોલંકી ઉવ.૫૦ ગઈકાલ તા.૨૬/૧૦ના રોજ રાત્રિના આશરે નવ વાગ્યે વાસુરભાઈની વાડીએ બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેથી તેમને મૃત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતાં મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી મૃત્યુનું ચોક્કસ કારણ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.






