Monday, December 23, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 56 ઝડપાયા

મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 56 ઝડપાયા

મોરબી: મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 56 ઝડપાયા હતા. જેમાં હળવદ શીવપુર ગામે પોલીસે ભગવાનજીભાઈ હેમુભાઈ ભાટીયાના રહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી શેરીમાં જુગાર રમતા ભગવાનજીભાઈ હેમુભાઈ ભાટીયા, કાનજીભાઈ ગફલભાઈ ચૌહાણ, હસમુખભાઈ ચંદુભાઈ સારલા, રાજુભાઈ દિનેશભાઈ સારલા, શૈલેષભાઈ દેવજીભાઈ સારલા, રાજેશભાઈ મોહનભાઈ ગૌસ્વામી, ગોપાલભાઈ બેચરભાઈ પરમાર, મનસુખભાઈ વાલજીભાઈ દેકાવાડીયા, નારણભાઈ શીવાભાઈ ફુલતરીયાને રૂ.૫૬,૭૦૦-ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે માટેલ-વિરપર રોડ શિતળાધાર પાસે જુગાર રમતા આરોપી ભગવાનજીભાઇ સંઘાભાઇ ધેણોજા, પ્રવિણભાઇ છનાભાઇ સરાવાડીયા, હરેશભાઇ સાદુરભાઇ વીંજવાડીયા, કિશનભાઇ દેવશીભાઇ વીજવાડીયા, કાનજીભાઇ શામજીભાઇ વીંજવાડીયા, વીપુલભાઇ ધીરાભાઇ વીજવાડીયાને કુલ રોકડ રૂપીયા-૧ર૯૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

વાંકાનેર સીટી પોલીસે જાલીગામના ઝાપા પાસે પાનની કેબીન બાજુમા જુગાર રમતા સંજયભાઇ જેઠાભાઇ વાધેલા, વિજયભાઇ અવચરભાઇ પારજીયાને રોકડા રૂ.૨૫૫૦, વિવિધ કંપનીના મો.સા.નંગ.૦૮ જેની કૂલ કિ.રૂ.૨,૨૦,૦૦૦/-ગણી તેમજ કૂલ મુદામાલ કિ.રૂ.૨,૨૨,૫૫૦ સાથે ઝડપી લીધા હતા.જ્યારે જગદીશભાઇ છગનભાઇ ગોરીયા, રવીભાઇ બાલાભાઇ પારજીયા, જગદીશભાઇ રૂપાભાઇ વિરસોડીયા, પરબતભાઇ પ્રેમજીભાઇ ઇન્દરપા, જયસુખભાઇ વરસીંગભાઇ પારજીયા, ધનજીભાઇ કાનજીભાઇ માલકીયા, અશ્વીનભાઇ લાલજીભાઇ ગોરીયા, કીશનભાઇ શામજીભાઇ ઇન્દરપા, મહેશભાઇ રૂપાભાઇ વિરસોડીયા ફરાર થઈ ગયા હતા.

વાંકાનેર સીટી પોલીસે નવાપરા ખડીપરા વિસ્તારના ચાર મંદિર વાળી શેરી જાહેરમા જુગાર રમતા સુનિલભાઇ સુરેશભાઇ સાંકરીયા, માવજીભાઇ શવજીભાઇ વેકરીયા, ઘનાભાઇ વેરશીભાઇ અઘારાને રોકડા રૂ.૧૧,૦૦૦/- સાથે ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી ડીવીજન પોલીસે રણછોડનગર રામપાનવાળી શેરીમાં રહેણાંક મકાન પાસે ઓટા ઉપર જાહેરમા જુગાર રમતા ફિરોજભાઇ હાજીભાઇ ખુંભીયા, ચિરાગભાઇ ભાયલાલભાઇ જોષી, પ્રશાંતભાઇ બળદેવભાઇ નિમાવત, કરીમભાઇ બાલુભાઇ બ્લોચ, રેખાબેન વાઓફ હરેશભાઇ બળદેવભાઇ ગૈાસ્વામીને રોકડા રૂ.૧૨,૬૩૦/- સાથે ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી ડીવીજન પોલીસે રણછોડનગર રામપાનવાળી શેરીમાં રહેણાંક મકાન પાસે ઓટા ઉપર જાહેરમા જુગાર રમતા પંકજભાઇ ઉર્ફે લાલો જીવરાજભાઇ પરમાર, સંજયભાઇ મુકેશભાઇ ડાભી, લલીતાબેન બળદેવભાઇ નિમાવત, નીમુબેન નાનજીભાઇ ગોહિલ, લીલાબેન હમીરભાઇ મકવાણા, સંગીતાબેન શૈલેષભાઇ ઇન્દરીયા, શર્મીષ્ઠાબેન ગીરધરભાઇ પટેલને રોકડા રૂ.૧૦,૨૮૦/- સાથે પકડી પાડ્યા હતા.

હળવદ પોલીસે આરોઇ હરીકૃષ્ણભાઇ હરજીવનભાઇ પરમાર, અનિરૂધ્ધસિંહ સુરૂભા રાઠોડ, બળદેવભાઇ થોભણભાઇ પરમાર, પ્રકાશભાઇ નાગજીભાઇ ડાભીને નવા માલણીયાદ ગામે રીંગ રોડ પર સ્ટ્રીટલાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપિયા ૨૧,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

માળીયાના રોહીશાળા ગામમા રહેતા પ્રભુભાઇ જેરામભાઇ કાલરીયા પોતાના રહેણાક મકાનમા નાલ ઉધરાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે તે મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પ્રભુભાઇ જેરામણાઇ કાલરીયા, મગનભાઇ ભુદરભાઇ લોરીયા, શાંતીલાલ ઉર્ફે બાબુભાઈ પ્રભુભાઈ ઓડીયા, પ્રવીણભાઇ પ્રભુભાઇ કાલરીયા, રતીભાઇ જગદીશભાઇ શાલરીયા, મણીલાલભાઇ જાદવજીભાઇ કાલરીયાને રોકડા રૂપીયા- ૯૫૦૦ તથા કુલ મોબાઈલ નંગ -૦૬ જેની કિ.રૂ. ૯૦૦૦ એમ કુલ કિ.રૂ. ૧,૦૧,૫૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

હળવદ પોલીસ સ્ટેશન સ્ટાફે બાતમી આધારે સુંદરગઢ ગામે સમશાન પાસે બાવળના ઝુંડ નીચે લાઇટના અજવાળ્યમાં જાહેરમાં પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીનપતીનો જુગાર રમતા દેવજીભાઇ જીવણભાઇ પાટડીયા, કુકાભાઇ ગોરધનમાઇ ચરમારી, રવિભાઇ ચતુરભાઇ ખાંભડીયા, રાજેશભાઇ રામજીભાઇ ખાભડીયા, હકાભાઇ મૈણાભાઇ લીલાપસ, સુખદેવભાઇ બચુભાઇ ચરમારી, અમરતભાઇ બાબુભાઇ ઝીંઝુવાડીયાને રોકડ રૂ.૧૮,૬૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!