રવાપર રોડની તુલસી હાઇટમાં રહેતાં હંસાબેનનો મૃતદેહ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો: પોલીસે અ.મોતની નોંધ કરી.
મોરબીના જોધપર મચ્છુ-૨ ડેમમાં પાણીમાં પડી જતાં રવાપર રોડ પર રહેતાં ૫૮ વર્ષીય હંસાબેન લાણીયાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના રવાપર રોડ પર આવેલી તુલસી હાઇટમાં રહેતાં હંસાબેન મનસુખભાઈ લાણીયા ઉવ.૫૮ ગઈકાલ તા. ૧૬ નવેમ્બરના રોજ સાંજે સાડા ચારથી પાંચ વાગ્યાની આસપાસ જોધપર નદીના મચ્છુ-૨ ડેમમાં પાણીમાં પડી જતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેમનો મૃતદેહ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબે આ અંગે પોલીસને જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે અ.મોત અંગે નોંધ કરી ઇન્ક્વેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઈ ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે.






