Tuesday, November 17, 2026
HomeGujaratમોરબીમાં ઘરેથી નીકળી ગયેલી ૧૫ વર્ષની કિશોરીનું ૧૮૧ અભયમની ટીમે પરિવાર સાથે...

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી ૧૫ વર્ષની કિશોરીનું ૧૮૧ અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

બેન-બનેવીના માનસિક ત્રાસ અને મારઝૂડથી કંટાળી ઘર છોડ્યું હતું: સનાળા રોડ પરથી મળી આવેલી કિશોરીનું કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબીના સનાળા રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે એકલી અને ગભરાયેલી હાલતમાં મળી આવેલી ૧૫ વર્ષની કિશોરીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે મદદ કરી હતી. બેન-બનેવીના માનસિક ત્રાસ અને મારઝૂડથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી કિશોરીનું કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે પુનઃમિલન કરાવાયું હતું.

મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે ગત તા.૧૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જાણ કરી હતી કે મોરબીના સનાળા રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે એક અજાણી કિશોરી એકલી બેઠી છે અને ગભરાયેલી હાલતમાં હોવાથી તેને મદદની જરૂર છે. આથી ૧૮૧ના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ કાજલબેન અને પાયલોટ યુવરાજસિંહ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં પહોંચી ટીમે કિશોરીને સાંત્વના આપી વિશ્વાસમાં લઈને કાઉન્સેલિંગ કરતાં તેણે જણાવ્યું હતું કે તે મૂળ છત્તીસગઢની વતની છે અને છેલ્લા ૧૫ દિવસથી ટંકારા તાલુકાના લજાઈ ચોકડી નજીક આવેલી પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં બેન-બનેવી સાથે રહેતી હતી. બેન-બનેવી દ્વારા નાની-નાની બાબતોમાં માનસિક ત્રાસ, અપશબ્દો અને મારઝૂડ કરવામાં આવતી હોવાના કારણે કંટાળીને તે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.

કિશોરી પાસેથી તેના પરિવારનો સંપર્ક મેળવી માતા અને બનેવી સાથે વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૮૧ની ટીમ કંપની ખાતે પહોંચી હતી. ટીમે પરિવારજનોને કાયદાકીય માહિતી આપી કિશોરી સાથે મારઝૂડ નહીં કરવા અને માનસિક ત્રાસ નહીં આપવા સમજાવ્યા હતા. અંતે કિશોરીએ પરિવાર સાથે રાજીખુશીથી રહેવાની તૈયારી દર્શાવતાં તેને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. ત્યારે પરિવારજનોએ ૧૮૧ અભયમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!