મોરબીના મહેન્દ્રનગર રામધન આશ્રમ સામે આવેલ રામેશ્વર હાઇટસ ખાતેથી ગત તા. 21 ના રોજ રામજીભાઇ હરીભાઇ પરેચાનું અપહરણ કાર્યા બાદ મહિલા સાથે ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી વૃદ્ધ પાસેથી રૂ.૨૨,૦૦,૦૦૦ રૂપિયા ખંખેરી લીધા હતા. આ અંગે વૃધે મોરબી એલ.સી.બી.નો સંપર્ક મોરબી સીટી બી ડિવિઝન મથકમાં કલમ ૩૬૪ એ , ૩૮૬,૩૮૭,૩૨૩,૫૦૬ ( ૨ ) ૧૨૦ બી , ૩૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે આગળની તપાસ મોરબી એલ.સી.બી.એ સંભાળેલ હતી.
આ કાવતરામાં આરોપી ગીતાબેન ઉર્ફે રીન્કુબેન વ્યાસ તથા ઉષાબેન પટેલ બન્ને ફ્લેટ વેચાણ રાખવાનું બાનુ આપવા આવેલ અને તેઓની સાથે વૃદ્ધ વાતચિત કરતા હતા તે દરમ્યાન બે આરોપી દેવાભાઇ તથા લાલાભાઇ એકદમ જ ત્યાં આવી તમો બધા અહીં શું ધંધા કરો છો તેની અમને ખબર છે તેમ કહી મહીલા આરોપી ઉષાબેનને ફરીયાદીનો કાઠલો પકડવાનું કહેતા ઉષાબેને વૃદ્ધનો કાઠલો પકડતા બીજા આરોપીએ તેના મોબાઇલ ફોનથી ફોટા પાડી લીધા હતા.ત્યારબાદ જાનથી મારી નાખવાની તથા પાડેલ ફોટા વાયરલ કરી નાખવાની ધમકી આપી વૃદ્ધ નું અપહરણ કરી વાંકાનેર બાજુ અવાવરૂ જગ્યાએ લઇ જઇ ગાડી સાથે ફરીયાદીને જીવતા સળગાવી દેવાની તથા ફોટા વાયરલ કરવાની ધમકી આપેલ અને જો તેમ ન કરવુ હોય તો રૂ. એક કરોડ આપવા પડશે તેમ ધમકી આપી હતી.જેને લઈને રામજીભાઈ પરીચિત દિલીપભાઇ મિસ્ત્રી રહે. રામેશ્વર હાઇટસ વાળાને પોતાની પાસે ફોન કરી બોલાવતા મુખ્ય આરોપી દિલીપભાઇ મિસ્ત્રી તથા અંકિત ઉર્ફે ગટુ ઇકો ગાડી લઇને આવી રૂપિયા ૨૨,૦૦,૦૦૦ સમાધાનના નામે પડાવી લીધા હતા.
આ ફરિયાદને પગલે એસપી સુબોધ ઓડેદરાએ તાત્કાલિક મોરબી એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી તજવીજ હાથ ધરી હતી અને સંડોવાયેલ આરોપીને હસ્તગત કરવા સારૂ રાજકોટ , વ્યારા , મધ્યપ્રદેશ રાજયના ઓમકારેશ્વર ખાતે ટીમો મોકલી તમામ આરોપીઓને ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં સફળતા મળેલ છે. પોલીસે આરોપી દિલીપભાઇ ઉર્ફે કીરીટભાઇ કાંતીલાલ વડગામા, પ્રશાંતભાઇ ઉર્ફે લાલો પ્રવિણભાઇ જીવાભાઇ રેણુકા, અનીલભાઇ ઉર્ફે દેવાભાઇ વીનુભાઇ ગોવિંદભાઇ બોરાણા, અંકીત ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા, ગીતાબેન ઉર્ફે રીન્કુ અંકીત ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા અને ઉષાબેન સંજયભાઇ કાશીરામદાસ પટેલને પોલીસે દબોચી લીધા છે.
આ કામગીરીમાં પીઆઇ એમ.આર.ગોઢાણીયા , PSI એન.બી.ડાભી ,PSI એન.એચ.ચુડાસમા , સહિતના જોડાયા હતા.