મોરબી જિલ્લાના જીવાપર (ચ) ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા છ જુગારીઓને રોકડા રૂ.૩,૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
મોરબી જિલ્લાના જીવાપર ગામે દામજીભાઇ નારણભાઇ પટેલ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગરનો અખાડો ચલાવતો હોવાની મોરબી એલસીબીના હેડ કોન્સટેબલ શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજાને કાને વાત પડી હતી જેને પગલે બાતમી સ્થળે દરોડો પડતા ૬ શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.
એલસીબીના દરોડા દરમિયાન દામજીભાઇ નારણભાઇ પટેલ (ઉવ.૭પ), રમેશભાઇ વશરામભાઇ પટેલ (ઉવ.૧૯), ભરતભાઇ લવજીભાઇ પટેલ (ઉવ.૨૬), જયંતિલાલ દયારામભાઇ પટેલ (ઉ.વ.૫૫), ભરતભાઇ લાલજીભાઇ પટેલ (ઉવ.૪૬), રાયમલભાઇ રમેશભાઇ કોળી (ઉવ.૩૨) સહિતના શખ્સો રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે રોકડ રૂપીયા રૂ.૩,૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે છ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે.
દરોડા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા,વિક્રમભાઇ કુગશીયા, રણવીરસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.