રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે લીલાપર ગામ લીલાપર સિરામીક નળીયાના કારખાનામાં મજુરોની ઓરડી પાસે જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લીલાપર ગામ લીલાપર સિરામીક નળીયાના કારખાનામાં મજુરોની ઓરડી પાસે અમુક ઈસમો ગોળ કુંડાળું વાળી જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા જનીભાઇ ઉર્ફે કાળુ અરવિંદભાઇ રાઠોડ, ચમનભાઇ પુજાભાઇ પરમાર, રાજુભાઇ ભાવસીંગભાઇ શેવાલે, દેવજીભાઇ ખેંગારભાઇ પરમાર, નારણભાઇ હરીચંદભાઇ પવાર તથા જ્ઞાનેશ્વરભાઇ શુક્લાલ શેવાલે નામના તમામ લીલાપર ગામ સિરામીક નળીયાના કારખાનાના રહેવાસી શખ્સોને પકડી પાડ્યા છે અને તેમની પાસેથી રોકડ રૂપીયા- ૪૦૨૦/- ના મુદામાલને કબ્જે કર્યો છે. અને તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો દાખલ કર્યો છે.