Friday, January 17, 2025
HomeGujaratમોરબી પંથકમાં ત્રણ સ્થળેથી 63 બોટલ દારૂ,14 ટીન બિયરના જથ્થા સાથે ત્રણ...

મોરબી પંથકમાં ત્રણ સ્થળેથી 63 બોટલ દારૂ,14 ટીન બિયરના જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી પંથકમાં દારૂ અંગે પોલીસે જુદા જુદા ત્રણ સ્થળોએ રેઇડ પાડી 63 બોટલ દારૂ અને કારમાંથી 14 ટીન બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીના વાવડી રોડ પર આવેલ ન્યુ ગાયત્રીનગરમા ભાડાના મકાનમાં રહેતા બુટલેગર

પ્રણવભાઇ ઉર્ફે પીન્ટુ ગોપાલભાઇ ગૈાસ્વામીએ પોતાના રહેણાક મકાનમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો ઉતર્યો હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે દરોડો પડ્યો હતો. જે રેઇડ દરમિયાન મકનમાંથી દારૂની મેકડોવેલ્સ નં.૧ની રૂપિયા 22,500ની કિંમતની ૬૦ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી પ્રણવભાઇ ઉર્ફે પીન્ટુ ગોપાલભાઇ ગૈાસ્વામીને દબોચી લઈ તેની વિરુદ્ધ પ્રોહી કલમ ૬૫-A-E, ૧૧૬-B, મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ અંગેના અન્ય એક દરોડાની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના મહેન્દ્રડ્રાઇવ રોડ પર આવેલ અશોકાલયના ઢાળીયા પાસે બલેનો કારમાંથી 14 ટીન બિયરનો જથ્થો ઝડપાયો હતો. શંકાસ્પદ હાલતમાં પસાર થતી બલેનો કાર નં.GJ36-B-4333 ને પોલીસે અટકાવી તલાશી લેતા કારમાંથી કીંગફીશર સુપર બિયરના ૧૪ ટીન કિ.રુ.૧૪૦૦નો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે

પોલીસે આરોપી દિપકભાઇ રમેશભાઇ લોરીયા (ઉ.વ.૩૦ રહે.મોરબી રવાપર રેસીડેન્સી ગંગાટાવર મુળરહે.ચકમપર તા.મોરબી) ને દારૂ, કાર સહિત કિ રૂ ૩,૦૧૪૦૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત હળવદ પોલિસે સુસવાવ ગામે નદીના પટમા ખુલ્લી જગ્યામા રેઇડ પાડી દિનેશભાઇ અમરશીભાઇ રાઠોડ (ઉ.વ.૨૫,રહે. ગામ સુસવાવ તા.હળવદ જી.મોરબી) ને ઇંગલીશ દારૂની રોયલ ચેલેન્જસની એક McDowell’s NO.1 નંગ-૦૨ સહિત ૩ બોટલની કિ.રૂ ૯૦૦ સાથે ઝડપી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!