Wednesday, April 24, 2024
HomeGujaratવર્ષ 2014 માં મારામારીના ગુન્હામા એક મહિલા સહિત ચાર દોષિત : એક-એક...

વર્ષ 2014 માં મારામારીના ગુન્હામા એક મહિલા સહિત ચાર દોષિત : એક-એક વર્ષની સજા અને દંડનો આદેશ

મોરબી પંથકમાં 2014મા મારામારીનો ગુન્હો પ્રકાશમાં આવ્યો હતો જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે મારામારીના આ ગુન્હામાં સંડોવાયેલ એક મહિલા સહિત ત્રણ શખ્સોને કસૂરવાર ઠેરવી એક વર્ષની સજા અને દંડનો હુકમ ફરમાવ્યો છે.

- Advertisement -
- Advertisement -

વર્ષ 2014 મા એક મહિલા ચાર આરોપીઓ દ્વારા ફરિયાદી ઇકબાલભાઈ કરીમભાઈ સામતાણી પર માથાના ભાગે લાકડી અને હથોડી મારી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી આ ગુન્હાની ફરિયાદ નોંધાયા બાદ આરોપી રફીક સાલેમામદ પલેજા, મકબુલ રફીક પલેજા, જુમ્મા સાલેમામદ પલેજા અને હસીનાબેન રફીકભાઈ પલેજા (૨હે. બધા મોરબી–૨, સો ઓરડી, વરીયા નગર સોસા. શેરી નં.૩.) વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝનમાં વર્ષ 2014 માં આઇપીસી 323,324,504,506(2),114 તથા જી.પી એકટ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસ અદાલતમાં ચાલી જતા અદાલતમાં મોરબીના એડ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી .બી .નાયક ની કોર્ટ દ્વારા સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરવાઓને ધ્યાનમાં રાખીઆ તમામ આરોપીઓ ને એક વર્ષ ની કેદ અને એક હજારનો દંડ ની સજા સભળાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!