Saturday, August 15, 2026
HomeGujaratમોરબી મહાનગરપાલિકામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબી મહાનગરપાલિકામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા ખાતે યોજાયેલા રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમમાં મેયર ઉત્તમભાઈ સુરાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે મેયર ઉત્તમભાઈ સુરાણીએ નાગરિકોને મહાનગરપાલિકાની કામગીરીમાં સહભાગી બની મોરબી શહેરને સ્વચ્છ, સુંદર અને વિકસિત બનાવવા માટે અપીલ કરી હતી.

કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા,મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, ડેપ્યુટી કમિશનર સહિત મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, ફાયર શાખાની ટીમ તથા મહાનગરપાલિકાના સ્ટાફ સહિત આશરે 300 જેટલા નાગરિકો કાર્યક્રમમાં જોડાયા હતા.

હરિયાળા મોરબીના સંકલ્પ સાથે વૃક્ષારોપણ

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા મોરબીના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણ જાળવવાનો સંદેશ આપ્યો હતો.

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન

કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બેસ્ટ શાખા, બેસ્ટ એમ્પ્લોઈ અને બેસ્ટ ક્લાર્ક તરીકે પસંદગી પામેલા અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા આ સન્માન દ્વારા કાર્યક્ષમતા, જવાબદારી અને ઉત્તમ સેવાભાવને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની લાગણી સાથે પર્યાવરણ સંરક્ષણ તથા મહાનગરપાલિકાના કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!