મોરબી: મોરબી શહેરમાં પરપ્રાંતીય દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી સિટી-એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા એક શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા પરપ્રાંતીય દારૂના ગુનામાં પકડાયેલા હાર્દિકભાઈ જિતેન્દ્રભાઈ કૈલા, રહે. ખોડિયાર સોસાયટી, મોરબી વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.મંજૂર થયેલા પાસા વોરંટની બજવણી કરી આરોપીને અટકાયત હેઠળ લેવામાં આવ્યો હતો અને તેને મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો છે.






