સરકારી બાગાયત વિભાગની જમીનમાં અવાવરૂ જગ્યાએ છુપાવેલો રૂ.૧.૫૫ લાખનો દારૂ મળી આવ્યો:અજાણ્યા આરોપીની શોધખોળ
વાંકાનેર સીટી પોલીસે પૂર્વ બાતમીને આધારે રાતીદેવળી રોડ પર જસદણ સીરામીક સામે સરકારી બાગાયત વિભાગની જમીનમાં દરોડો પાડી રૂ.૧,૫૫,૦૪૦/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ દારૂના ૮૧૬ ચપલા બિનવારસી હાલતમાં મળી આવતા વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ ટીમને બાતમી મળતા રાતીદેવળી રોડ પર જસદણ સીરામીક સામે આવેલી સરકારી બાગાયત વિભાગની જમીનની અવાવરૂ જગ્યાએ રેઇડ કરવામાં આવી હતી. જ્યાં સિમેન્ટની પાણીની ટાંકી જેવા બાંધકામમાંથી પ્લાસ્ટિકની થેલીઓમાં વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૮૧૬ બોટલ કિ.રૂ.૧,૫૫,૦૪૦/- મળી આવી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી દારૂનો જથ્થો ત્યાં કોણે છુપાવ્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.






