વાંકાનેર તાલુકા પોલીસની રેઈડમાં રોકડા રૂ.૬૦,૨૦૦/-સહિતનો મુદ્દામાલ જપ્ત.
વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સિંધાવદર ગામની સીમમાં ગાત્રાળનગર વિસ્તારમાં સમર્પણ આશ્રમ તરફ જતા રસ્તા પાસે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા મહમદભાઈ આહમદભાઈ શેરસીયા ઉવ.૫૪ રહે.જુની કલાવડી તા.વાંકાનેર, ફૈઝલભાઈ ઈસ્માઈલભાઈ શેરસીયા ઉવ.૪૦ રહે.મુમના શેરી વાંકાનેર, જાવેદભાઈ મહમદભાઈ શેરસીયા ઉવ.૩૨રહે.સિંધાવદર તા. વાંકાનેર, દિનેશભાઈ ચતુરભાઈ વોરા ઉવ.૪૪ રહે.રાતીદેવળી તા. વાંકાનેર તેમજ મુંબીનભાઈ હુસેનભાઈ પરાસરા ઉવ.૩૬ રહે.તીથવા તા.વાંકાનેર વાળાને કુલ રૂ.૬૦,૨૦૦/-રોકડા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, ત્યારે તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






