વાંકાનેરના મીલપ્લોટ વિસ્તારમાં રહેતા ૮૪ વર્ષીય વૃદ્ધનું બાથરૂમમાં પડી જતાં માથામાં ઇજા થવાથી મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વાંકાનેરના મીલપ્લોટમાં રહેતા મકનભાઈ ઉકાભાઈ કણસાગરા ઉવ.૮૪ ગઈકાલ તા.૧૫/૧૧ના રોજ ઘરે બાથરૂમમાં ન્હાવા ગયા હતા, ત્યારે અકસ્માતે પડી જતાં માથાના ભાગે ઇજા થઈ હતી. આ બનાવમાં તેમનું મોત નીપજતાં વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






