હળવદના જૂના વેગડવાવ ગામે ખીજડિયા હનુમાનજી મંદિરના મકાનમાં ૫૦ વર્ષીય પ્રૌઢે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા(મી) તાલુકાના જૂના ઘાટીલા ગામના કિશોરભાઈ જગદિશભાઈ લાંઘણોજા ઉવ.૫૦એ ગઈકાલ તા.૧૫ નવેમ્બરના રોજ હળવદ તાલુકાના જૂના વેગડવાવ ગામે ખીજડિયા હનુમાનજી મંદિરના મકાનમાં ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મોત થયું હતું. ત્યારે મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






