મોરબીમાં વીજ ચોરીનું દુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે જેને ડામવા વીજ તંત્ર દ્વારા ઝુંબેશ છેડવામાં આવી હોય તેમ પાંચ દિવસમાં વીજ ચેકીંગ દરમિયાન 356 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઇ હતી.
મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ ચોરી અટકાવવા ગત તા. 18થી 22 સુધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે પાંચ દિવસ દરમિયાન જામનગર, ભુજ, અંજાર, મોરબીની 35 વીજ ચેકીંગ ટુકળી દ્વારા રહેણાંક અને કોમર્શિયલ મળી 3006 કનેકશનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.હળવદ, ચરાડવા,સરા, વાંકાનેર, માળીયા, તથા ટંકારા વિસ્તારમાં ચેકીંગ દરમિયાન 356 કનેક્શનમા ગેરરીતિ ઝડપાઇ હતી. વીજ ટિમ દ્વારા રૂપિયા 87.70 લાખની અંદાજીત પાવરચોરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.