ટંકારા તાલુકાના બંગાવડી નજીક આવેલ બંગાવડી ડેમમાંથી આસપાસનાં વિસ્તારના 88 ખેડૂતો દ્વારા બિન-અધિકૃત રીતે અંડર ગ્રાઉન્ડ સીમેન્ટ/પી.વી.સી.ની પાકી પાઈપ લાઈન સ્થાપીત કરી તેમાથી બિન-અધિકૃત રીતે પાણી લઈને પાણીનો વપરાશ કરવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં ખુબ મોટી લડાઈ બાદ હાઈકોર્ટે ના ઓર્ડરથી ગેરકાયદેસર ભુંગળા હટાવ્યા હતા. જે બાદ હવે તમામ ૮૮ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, બંગાવડી ડેમનાં સિંચાઈ અધિકારી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, ૮૮ આરોપીઓએ બંગાવડી સિંચાઈ યોજનાના ટીબીસી વિસ્તારમાં તેમજ ખરાબામા બિન-અધિકૃત રીતે અંડર ગ્રાઉન્ડ સીમેન્ટ/પી.વી.સી.ની પાકી પાઈપ લાઈન સ્થાપીત કરી તેમાથી બિન-અધિકૃત રીતે પાણી લઈને પાણીનો વપરાશ કરવામાં આવે છે. જે અંગે ભાણજીભાઈએ ગુજરાત હાઈકોર્ટના એમ.સી.એ. નં.રર૪૨/૨૦૧૩ ના હુકમ મુજબ ગુન્હો દાખલ કરાવતા આરોપીઓએ ગુજરાત સિંચાઈ પાણી અધિનીયમ-૨૦૧૩ ની કલમ-૩૯ મુજબ તથા આઈ.પી.સી.કલમ-૪૩૦ મુજબનો ગુન્હો કરેલ છે, તે મતલબની ફરીયાદ ફરીયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં આપતાં ગુન્હો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કેસમાં બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી કાર્યવાહી બાદ ટંકારા પોલીસ મથકે 88 ખેડૂતો સામે ફરીયાદ દાખલ થઈ હતી. આ કામે એકલા હાથે લડત ચલાવી રહેલા અને અરજદાર તરીકે રહેલા ભાણજી મેદપરાનું અવસાન થતાં એનો પુરાવો નોંધવામાં આવ્યો નથી. ત્યારે બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન બાબતે ચાલેલી ખુબ મોટી લડાઈ બાદ હાઈકોર્ટેના ઓર્ડરથી ગેરકાયદેસર ભુંગળા હટાવ્યા હતા અને ત્યાર બાદ ઈ પી કો કલમ 430 તથા ગુજરાત સિંચાઈ પાણી અધિનિયમ 2013 ની કલમ 37 મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. જેનો કેસ ટંકારા જયુડી. મેજી. ફ. ક. માં ચાલતા ૮૮ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પ્રત્યેક આરોપીને ક્રિપોકોડ. કલમ 437 મુજબ દશ હજારના સધ્ધર જામીન તથા એટલી રકમના જાત મુચરકા કે અગાઉ રજુ જામીનદાર રહેવા માંગે તો પુરશીસ રજુ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં 14 મૌખિક પુરાવાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેમા 1 ફરીયાદી. 8 સાહેદ. 4 પંચ સાહેદ 1 તપાસ કરનાર અધિકારી સામેલ છે. જોકે એક સાહેદ અને મુખ્ય અરજદાર ભાણજી મેદપરા અવસાન થતાં એના પુરાવા રેકોડ ઉપર લેવામાં આવ્યા ન હતા. ઉપરાંત આ કેસમાં ટંકારા જયુડી. મેજી. ફ. ક. એસ જી શેખ સાહેબ દ્વારા નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદાને પણ હુકમમાં ટાકયા હતા.આરોપી પક્ષે વકિલ તરીકે મુકેશ બારૈયા રોકાયા હતા.