Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી અને માળીયામાં તીનપત્તી રમતા ૯ ઝડપાયા

મોરબી અને માળીયામાં તીનપત્તી રમતા ૯ ઝડપાયા

મોરબી જિલ્લામાં પોલીસે શ્રાવણ માસ પહેલા જુગારની બદી નેસ્તનાબૂદ કરવા કમર કસી છે .આથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે મોરબીના ધોળેશ્વર રોડ સ્મસાન પાસે ખુલ્લા પટમા જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા આરોપીઓ મહેશભાઇ વિનોદરાય મહેતા અને અદ્રેમનભાઇ ઉર્ફે અબ્દુલરહેમાનભાઇ નુરમહમદભાઇ તુરકને રોકડા રૂપીયા-૨૯૦૦ સાથે ઝડપી લીધેલ હતા.

- Advertisement -
- Advertisement -

જ્યારે બીજા દરોડામાં માળીયા પોલીસે માતમ ચોક પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામા જુગાર રમતા હારૂનભાઇ દોષમામદભાઇ કટીયા, દિલાવરભાઇ ઇસ્માઇલભાઇ જેડા, ઇકબાલભાઇ મામદભાઇ મોવર, હારૂનભાઇ ગુલામ હુશૈનભાઇ ભટ્ટી, રાવતભાઇ ઇશાકભાઇ જેડા, દાઉદભાઇ ઓસમાણભાઇ પઠાણ, અલારખાભાઇ દાઉદભાઇ જેડાને રૂ. 12,700ની રોકડ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!